Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ગુજરાત : સ્વાઇન ફ્લુના વધુ ૧૬ કેસો, એકનું થયેલું મૃત્યું

સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા ૧૭૩૮ નોંધાઈ : અમદાવાદમાં નવા બે કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૭૪

અમદાવાદ, તા.૨૭ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે નવા કેસો નોંધાવવાનો સીલસીલો જારી રહ્યો છે. આજે વધુ ૧૬ કેસ સપાટી પર આવ્યા હતા. શનિવારના દિવસે વડોદરાના દિવસે સૌથી વધુ ચાર અને અમદાવાદ અને મહેસાણામાં બે બે કેસ નોંધાયા હતા. બાકીના કેસ રાજ્યના અન્યત્ર વિસ્તારોમાં નોંધાયા હતા. મળેલી માહિતી મુજબ સ્વાઈન ફ્લૂનો શિકાર થયા બાદ ૧૬૬ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. સપ્ટેમ્બર બાદ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો સત્તાવાર રીતે ૬૦ ઉપર પહોંચી ચુક્યા છે. જ્યારે આ વર્ષે ૨૦૧૮માં મોતનો આંકડો આના કરતા પણ વધારે છે. સ્વાઈન ફ્લુના રાજ્યમાં આ વર્ષે નોંધાયેલા કેસોની સંખ્યા ૧૭૩૮ જેટલી છે.  સેંકડો દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને આ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના વધુ ૨ કેસ નોંધાઈ ચુક્યા છે. જો કે, આંકડાઓને લઇને વિરોધાભાષની સ્થિતિ છે.  સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના ૧૬ નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૬૮ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૭૩૮ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૭૨થી વધુ છે. આવી સ્થિતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. સ્વાઈન ફ્લુનો આતંક દર વર્ષે જોવા મળે છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે ીવધુ અસર અમદાવાદમાં થઈછે. જ્યાં ૬૭૪ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૨૦ના મોત થયા છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લુની સૌથી વધુ અસર અમદાવાદમાં છે.

સ્વાઇન ફ્લુનો આતંક....

અમદાવાદ, તા.૨૭ : સ્વાઈન ફ્લુના કારણે રાજ્યભરમાં ભારે આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

કુલ કેસોની સંખ્યા........................................ ૧૭૩૮

૨૪ કલાકમાં મોત............................................. ૦૧

સપ્ટેમ્બર બાદ મોત......................................... ૬૦

૨૦૧૮માં મોત................................................. ૬૮

અમદાવાદમાં નવા કેસ..................................... ૦૨

અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા...................... ૬૭૪

અમદાવાદમાં હજુ સુધી મોત............................. ૨૦

રાજ્યમાં નવા કેસ............................................ ૧૬

દર્દી સારવાર હેઠળ......................................... ૧૬૬

(9:28 pm IST)