Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

લીના જુમાનીએ પ્રતિભાના જોરે જમાવેલું પોતાનું સ્થાન

કુમકુમ ભાગ્યની અભિનેત્રી અમદાવાદમાં : મારૃં પાત્ર નેગેટિવ છે જેના પરિણામે લોકોને વિલન જેવી લાગુ છું : રિયલ લાઈફમાં એવી નથી : અભિનેત્રી લીના

અમદાવાદ, તા.૨૭ : ગુજ્જુ અભિનેત્રી લીના જુમાની ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી પ્રતિભા અને એકટીંગના જોરે પોતાનું સ્થાન જમાવી ચુકી છે. ઝી ટીવી પર કુમકુમ ભાગ્ય સિરિયલમાં તનુનાં કેરેક્ટરથી જાણીતી થયેલી લીના મૂળ અમદાવાદની જ છે. ડીસી ઇવેન્ટના ઓર્ગનાઈઝર રગનેશ પટેલ અને શેફાલી ગોહેલ દ્વારા યોજવામાં આવેલ પ્રોગામમાં આ અભિનેત્રી અમદાવાદમાં મુખ્ય મહેમાન બની હતી, ત્યારે પોતાની સિરિયલ અને ફિલ્મ વિષે ઘણી વાતો મીડિયા સાથે શેર કરી હતી. લીના જુમાનીએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેને જીવનમાં એકટીંગના ક્ષેત્રને લઇને કે કારકિર્દીની વાત હોય તેના ફેમીલીનો તેને હંમેશા સપોર્ટ રહ્યો છે. અમદાવાદી હોવાના નાતે ગર્વ હોવાનું જણાવતાં તેણે કહ્યું કે, મારો સૌપ્રથમ શો બંદીની હતો, જેમાં મેં નાનકડો રોલ કર્યો હતો. મેં કયારેય વિચાર્યું ન હતું કે હું એકટર બનીશ. હું ફેશન ડિઝાઇનડનો કોર્સ કરતી હતી. મારી મમ્મીને બ્યુટીકમાં હેલ્પ કરતી અને મારી બહેન જોડે શેર માર્કેટમાં કામ પણ મેં કર્યું છે.મારી બહેને મને કહ્યું કે મારે પોર્ટફોલિયો બનાવીને એક્ટર બનવાનું ટ્રાય કરવું જોઈએ ત્યારે મેં કર્યું અને આજે હું આ સ્થાને પહોંચી શકી છું. મેં ૨૦૦૯ કલર્સ નો હોરર શો કોઈ આને કો હૈ મેં કર્યો જેમાં ભૂત ના રોલમાં સ્ટન્ટ ઘણાં કર્યા જે મારા માટે હમણાં સુધીનો સૌથી અધરો રોલ હતો. મારો ડ્રિમ રોલ શાહરૂખ ખાને ડોન ફિલ્મમાં ભજવ્યો હતો, તે છે. જો એ રોલ મને કરવા મળે તો એ મારો ડ્રિમ રોલ હશે. સિરિયલમાં નેગેટીવ રોલ મુદ્દે લીનાએ જણાવ્યું કે, મારુ કેરેક્ટર નેગેટિવ છે એના માટે હું લોકોને વિલન જેવી લાગુ છું. રિયલ લાઈફમાં હું એવી નથી મારી સાથે જે વ્યક્તિ જેવું વર્તન કરે એની સાથે હું એવી થઈ જઉં છું. સિરિયલમાં મારા કેરેક્ટરથી દર્શકો ખુબ ખુશ હોવાને લીધે ચાર વર્ષથી કુમકુમ ભાગ્ય સાથે જોડાઈને રહી છું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯ માં ટીવી સિરિયલ કોઈ આને કો હૈમાં દમદાર ભૂમિકા અદા કરી ટેલીવુડમાં પર્દાપણ કરનાર ગુજ્જુ અભિનેત્રી લીના જુમાનીએ આજે ટોચની ટીવી સીરીયલ અદાકારાઓની હરોળમાં પોતાનું એક અલગ જ સ્થાન જમાવ્યું છે.બંઁદીની, શુભવિવાહ,તુજ સઁગ પ્રીત લગાઈ, સજના,આહટ,તેરે લિયે, અદાલત, પુર્નવિવાહ જેવી ઘણી ટીવી સિરિયલોમાં અભિનયના જોરે દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. લીના જુમાનીએ માત્ર ટીવી સિરિયલ જ નહીં,ફિલ્મ હિંમતવાલામાં પદમાનો રોલ કરી લીનાએ બોલીવુડ માં પણ પગદંડો જમાવ્યો છે. આ ગુજ્જુ અભિનેત્રી ની વેબસીરીઝ માયા-૨ પણ હવે ચર્ચામાં આવી ચુકી છે જેને દર્શકો ખુબ વધાવી રહ્યા છે.

(9:25 pm IST)