Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સૌપ્રથમવાર કારોબારીઓને નેટવર્કીંગની વિશેષ તક મળી

ફ્રેન્ચાઇઝી એક્ઝીબીટમાં ઉદ્યોગસાહસિકો જોડાયા : કારોબાર, ધંધા-રોજગારના વિસ્તરણ, નવી તકો હાંસલ કરવા, બ્રાન્ડ ઇમેજ મેળવવા નેટવર્કીંગ સૌથી મહત્વપૂર્ણ

અમદાવાદ,તા. ૨૭ : અમદાવાદ, ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોને તેમના બીઝનેસ, કારોબાર અને ધંધા-રોજગારના વિસ્તરણ, બ્રાન્ડ ઇમેજ હાંસલ કરવા અને કોઇપણ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીની તક પૂરી પાડવાના હેતુથી શહેરમાં આજે અનોખું ફ્રેન્ચાઇઝી એકઝીબીટ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. ફોર ફ્રેધર્સ ગ્રુપુના ફેન્ટાસ્ટીક અને ઇચાયના સંયુકત ઉપક્રમે શહેરમાં સૌપ્રથમવાર ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોને નેટવર્કીંગની તક પૂરી પાડતાં યોજાયેલા આ ફ્રેન્ચાઇઝી એકઝીબીટમાં ૩૦૦થી વધુ ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજક ફેન્ટાસ્ટીકના ડિરેકટર જયદીપ સોલંકીએ જણાવ્યું હતું કે, કોઇપણ કારોબાર, ધંધા-રોજગારના વિસ્તરણ, નવી તકો હાંસલ કરવા અને બ્રાન્ડ ઇમેજ મેળવવા નેટવર્કીંગ સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે અને આજનું ફેન્ચાઇઝી એકઝીબીટ-૨૦૧૮નું પ્લેટફોર્મ પરિણામલક્ષી અને વિશ્વસનીય સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના હાઇટેક યુગમાં હવે કોઇપણ બિઝનેસ, કારોબાર કે ધંધાર-રોજગારને વિકસાવવા કે વિસ્તરણ કરવા તેમ જ નવી તકો હાંસલ કરવા અને બ્રાન્ડ ઇમેજ તરીકે અલગ ઓળખ પામવા નેટવર્કીંગ સૌથી મહત્વપૂર્ણ અને કારગત બાબત છે, જેની બહુ ઉમદા અને સરળ તક આજના ફ્રેન્ચાઇઝી એકઝીબીટ મારફતે અમે પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ, ગુજરાત સહિતના ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોને ફ્રેન્ચાઇઝી અને કારોબારી ભાગીદારીની ઉમદા તક પૂરી પાડવામાં આવી છે. ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો આજના ફેન્ચાઇઝી એકઝીબીટના એક જ પ્લેટફોર્મ હેઠળ ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી વચ્ચે વિચારો અને વ્યવાસિયક આદાન પ્રદાન કરી શકયા તે ઘણી મહત્વની અને ગૌરવપૂર્ણ વાત છે. તેનાથી માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના આર્થિક વિકાસમાં પણ મદદ મળશે. આ પ્રકારના આયોજન એ દેશના વિકાસ અને અર્થતંત્રને નવો વેગ અને દિશા આપી શકે છે.

આ પ્રસંગે ફેન્ટાસ્ટીકના ગુલામ હસન અને યાશિકા સહિતના પદાધિકારીઓએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આજના કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, દિલ્હી, મુંબઇ સહિતનાસ્થળોએથી ઉદ્યોગસાહસિકો અને ઇન્વેસ્ટર્સ ભાગ લેવા આવ્યા હતા. તો, ફીટનેસ, પ્રિસ્કૂલ, રીયલ એસ્ટેટ, હોટેલ્સ, એફએમસીજી, એડવેન્ચર, વોચ, બેગ સહિતના અનેકવિધ સેકટરને લઇ બહુ ઉમદા તક પૂરી પાડવામાં આવી હતી.

(9:24 pm IST)