Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

હિંમતનગરમાં વિદ્યાનગરીમાં ફાયરિંગની તાલીમ વેળાએ ચૂક થતા એરગનમાંથી ગોળી છૂટી :વિદ્યાર્થીને સાથળમાં વાગી ગોળી:ખુલાસો

હિંમતનગરના વિધ્યાનગરીમાં એરગન માંથી ફાયરિંગ થતા એક વિદ્યાર્થી ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો છે વિધ્યાનગરીમાં એરગનને કારણે ધોરણ સાતનો એક વિદ્યાર્થી ઘાયલ થયો છે.

 ત્યારે આ અંગે ખુલાસો થયો છે કે વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ફાયરીંગની તાલીમ આપવામાં આવે છે અને ફાયરીંગની તાલિમ એરગન દ્વારા આપવામાં આવે છે. ત્યારે આજે એરગનથી મીસ ફાયર થતા વિદ્યાર્થી ઘાયલ થયો છે અને તેને ડાબા પગનાં સાથળમાં ગોળી વાગી છે. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવીલમાં ખસેડાયો છે

(8:42 pm IST)