Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અંબાજી : અચાનક સ્ટેરિંગ લોક થઇ જતા 30 ટન બટાકા ભરેલ ટ્રક પહાડ સાથે ટકરાઇ:ટ્રકમાં આગ

ટ્રકમાં માલ સહિત એક ઝાડ પણ આગની ચપેટમાં ડ્રાઈવર અને ક્લીનર કાચ તોડી બહાર નીકળી ગયા

અંબાજી હદાડ રોડ ઉપર 30 ટન બટાકા ભરેલી લોડેડ ટ્રકનું  સ્ટેરિંગ અચાનક લોક થઇ જવાથી ટ્રક ડ્રાયવરના કાબુમાં ન રહેતાં પહાડ સાથે ટકરાઇ ગઇ અને તેના કારણે ટ્રકમાં આગ લાગી ગઇ હતી.

 આ આગના કારણે ટ્રકમાં ભરેલ માલ સહિત એક ઝાડ પણ આગની ચપેટમાં આવી ગયું. જોકે આગ લાગતા ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર કાચ તોડી બહાર નીકળી જતા બંનેનો બચાવ થવા પામ્યો હતો. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

(8:17 pm IST)