Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

હિંમતનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં એરગનથી ફાયરિંગ: ગોળી શરીરમાં ઘુસી ગઈ

ગંભીર ઇજા થતા ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

સાબરકાંઠાના હિમતનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલુ શાળાએ ઝઘડો થતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર એરગનથી ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગના કારણે ગંભીર ઇજા થવાના કારણે વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

  હિમતનગરમાં  વિદ્યાનગરી શાળામાં  7મા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં વિદ્યાર્થી આશુતોષ તિવારી પર એરગનમાંથી ગોળીબાર કરાયો હતો. 

 એરગનની ગોળી વિદ્યાર્થીના પગના અંદર પ્રવેશી ગઈ હતી. વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જઈને ગોળી કાઢવા માટે તાત્કાલિક ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. વિદ્યાર્થી પાસે એરગન ક્યાંથી આવી તે અંગે પ્રશ્ન પુછતાં શાળા સંચાલકો કોઈ જવાબ આપી શક્યા ન હતી.

(7:46 pm IST)