Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમદાવાદની મહિલા ભાવનગર જિલ્લાના ગામડામાંથી આવ્યા બાદ તેનામાં ઝીકા વાયરસ પોઝીટીવ જોવા મળ્યો

અમદાવાદઃ રાજ્યના આરોગ્ય વિભાગે સોમવારે કન્ફર્મ કર્યું કે અમદવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક મહિલામાં ઝિકા વાયરસરનો કેસ મળી આવ્યો છે. અંગે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વિરોલોજી(NIV)પુનામાં મોકલવામાં આવેલ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના હેલ્થ કમિશનર જયંતી રવીએ કહ્યું કે, ‘શુક્રવારે બપોરે 2 વાગ્યે રિપોર્ટ આવી ગયો હતો.’

 

શહેરના વિસ્તારમાં પહેલો કેસ નોંધાયો

તેમણે કહ્યું કે, ‘અમદાવાદમાં રહેતી મહિલા ભાવનગરના એક ગામડામાં ગઈ હતી. જ્યાંથી આવ્યા બાદ તેના રિપોર્ટમાં ઝિકા વાયરસ પોઝિટિવ જોવા મળ્યો હતો. જે બાદ 22 ઓક્ટોબરથી તેની ટ્રીટમેન્ટ થતી હતી અને હવે તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે.’ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર અંગે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ કહ્યું કેજ્યાંથી પહેલો કેસ મળી આવ્યો હતો તે સેન્ટર પોઇન્ટથી 3 કિમી રેડિયસમાં રહેતા 7.33 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને સેમ્પલ લેવામાં આવ્યા છે. માટે 390થી વધુ સર્વેલન્સ ટીમ 9 ઓક્ટોબરથી કામ કરી રહી છે. જેમાં 5,183 જેટલી પ્રેગ્નન્ટ મહિલાની તપાસ કરવામાં આવી છે. જે પૈકી 257 જેટલી મહિલાઓને તાવ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તે તમામના સેમ્પલ ટેસ્ટ કર્યા બાદ 135 મહિલાઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે અન્ય મહિલાના રિપોર્ટ આવવાના બાકી છે.’

ડર્યા વગર આટલી બાબતોનું ધ્યાન રાખો

આરોગ્ય કમિશનર રવિએ કહ્યું કે, ‘આપણા દેશમાં ઝિકા વાયરસના કારણે કેટલા મૃત્યુ થાય છે તે અંગે હજુ સુધી કોઈ રિપોર્ટ નથી પરંત જો વાયરસ મહિલાને તેની ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ચેપ લગાડે તો તેનું બાળક માઇક્રોસેફલી નામના ન્યુરોલોજિકલ ડિસઓર્ડરથી પીડાય છે. જેમાં બાળકનું માથું હોવું જોઈએ તેના કરતા ઘણું નાનું અને એબનોર્મલ હોય છે.’

(5:01 pm IST)