Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમદાવાદમાંથી લાખ્ખો રૂપીયાનો વિદેશી સિગારેટનો જથ્થો ઝડપતી સીઆઇડીઃચાર વેપારીઓની અટક

આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં બનાવટી સિગારેટના કારોબારનો અંતે પર્દાફાશ : દિલ્હી-મુંબઇના માસ્ટર માઇન્ડોને વોન્ટેડ જાહેર કરાયા

રાજકોટ, તા., ૨૭: અમદાવાદ સહિત  રાજયભરમાં ગેરકાયદેસર વિદેશી સિગરેટ  અને તમાકુના ઉત્પાદનોનો મોટે પાયે વેચાણ ચાલી રહયાની તપાસ દરમિયાન અમદાવાદના ગાંધી રોડ વિસ્તારમાં વિદેશી સિગરેટ અને તમાકુના ગેરકાયદે ધમધમતા વેચાણ કેન્દ્રો ઉપર સીઆઇડી વડા આશીષ ભાટીયાના આદેશ અનુસાર રેઇડ કરતા ૩૦૦૦ જેટલા પેકેટો કબ્જે કરી અંદાજે ૬ થી ૭ લાખ રૂપીયાનો માલ કબ્જે કર્યો હતો.

દરોડાની આ કાર્યવાહી સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિક્ષક વિરેન્દ્ર યાદવના સુપરવીઝન હેઠળ સીઆઇડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર જે.એચ. દહીયા, પીએસઆઇ એ.એમ.દેસાઇ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી. રેઇડ દરમિયાન દુકાન નં. ૧૧૩ તથા દુકાન ં. ૩૩ માંથી વિદેશી બ્રાન્ડની માલાબોરો, ડનહીલ, બેન્સન એન્ડ ફેજીસ જેવી પચીસેક જેટલી અલગ-અલગ બ્રાન્ડ વિદેશી તેમજ લોકલ બ્રાન્ડની સિગારેટનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. સરકારશ્રીએ નકકી કરેલ ધારા-ધોરણનો પેકેજ પર ઉલ્લેખ ન હોવાથી કાયદેસર કાર્યવાહી કરી હતી.

સીઆઇડીએ કુલ ૪ આરોપીરમેશભાઇ કેવલ રામાણી, જીતુ કેવલ રામાણી, સુરેશકુમાર રાજપુરોહીત તથા ગૌતમકુમાને અટક કરવામાં આવેલ. આ જથ્થો દિલ્હી અને મુંબઇના વેપારીઓએ મોકલેલ હોય તેમને પકડવા માટે કાર્યવાહી કરી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. (૪.૨)

(3:48 pm IST)