Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ઘાસચારાના અભાવે હિજરત કરીને જઇ રહેલા માલધારીના પશુધન ઉપર પાટણ પાસે ટ્રેલર ફરી વળ્યું : ૫ ભેંસના મોત :૧રને ઇજા

પાટણ, તા. ર૬ : કચ્છ જુના આડીસર તાલુકામાં રહેતા માલધારી મધુભાઇ રબારી તેમના ભાઇ ર૦ જેટલી ભેંસો લઇ ઘાસચારાની શોધમાં નીકળ્યા હતા. ત્યારે પીપરાળા નજીક કાળમુખી ટ્રકે ભેંસોને અડફેટમાં લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ભેંસો ટ્રેલરના ટાયરમાં સફાઇ લાંબા રોડ સુધી ખેચાઇ હતી. અને રોડ ઉપર ઠેેર ઠેર ભેંસોના મૃત્ય દેહ રઝડતા હતા. અકસ્માત કરી ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવી એકત્રીત થઇ ગયા હતા. આની જાણ થતાં પોલીસ આવી ટ્રાફીક વ્યવસ્થા ગોઠવી હતી. બીજી તરફ ઘાયલ ભેંસોને સારવારની વ્યવસ્થા કરાઇ હતી.  માલધારીની ફરીયાદ લઇ ટ્રેલર ડ્રાયવર સામે ફરીયાદ નોંધાઇ છે.  એક તરફ કચ્છ, રાધનપુર, સાંતલપુર વિસ્તારોમાં ભયાનક અછત અને દુષ્કાળની પરિસ્થિતિ પ્રર્વતી રહી છે. મુંગા પશુધનને બચાવવા લોકો પશુઓ લઇ વ્હાલુ વતન ઘરબાર છોડી હીજરત કરી રહ્યા છે. પાણીની અને ઘાસચારાની તીવ્ર અછત વર્તાઇ રહી છે. ત્યારે આવા ગોઝારા અકસ્માતે સરકાર પણ રૂઢી છે અને કુદરત પણ રૂઢી છે ત્યારે આવા બનાવો બનતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. (૮.૧૪)

(3:48 pm IST)