Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

આદિવાસી વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ યથાવત: પોસ્ટરો ઉપર ફેંકાઈ શાહી

વાલિયાની સીલુડી ચોકડી નજીકપોસ્ટરમાં શાહી ફેંકી

આદિવાસી વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ યથાવત જોવાયો છે વાલિયાની સીલુડી ચોકડી નજીક લગાવાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના ફોટો પર કાળી શાહી લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

   કેવડીયા ખાતે નિર્માણ પામેલા સરદાર પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટનાં કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે. તેવા આક્ષેપ સાથે આદિવાસી વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે લોકાર્પણનાં દિવસે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન પણ સ્થાનિક અગ્રણીઓએ જાહેર કર્યું છે.

 ત્યારે વાલિયાની સીલુડીચોકડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહ અંતર્ગત લગાવવામાં આવેલ બેનરને નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. કોઈક ઇસમોએ બેનરમાં રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટા પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

(1:27 pm IST)