Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અહેમદભાઇની ચૂંટણીને પડકારતી રાજપૂતની અરજીની ૧૯મીએ સુનાવણી

બળવંતસિંહની પીટીશન રદ કરવાની અરજી હાઇકોર્ટે ગાવતા

અમદાવાદ, તા. ર૭ : ઇલેકશન પીટીશન રદ કરવાની કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહમદ પટેલની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. જયારે બળવંતસિંહ રાજપૂતની મૂળ પિટિશન પર આગામી ૧૯ તારીખે સુનાવણી હાથ ધરાશે. ૮ ઓગસ્ટ ર૦૧૭ના દિવસે રાજયસભા ચૂંટણી યોજાઇ હતી. જેમાં અહમદ પટેલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. રાજયસભાની ચૂંટણીના મામલે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલી પિટિશનને જાળવી રાખવા સામે અહમદ પટેલે કરેલી અરજીને ટેકનિકલ ગ્રાઉન્ડના આધારે હાઇકોર્ટે ફગાવી દીધી છે. હવે કોર્ટ રાજપૂતની અરજીને મેરીટ પર સાંભળશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજયસભાની ચૂંટણી વખતે નાટયાત્મક રીતે રાજપૂતનો પરાજય થયો હતો, ત્યાર બાદ રાજપૂતે ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારી હતી. જે સામે અહમદ પેટલે રાજપૂતની અરજીને પડકારી એમ જણાવ્યું કે અરજી ચૂંટણીપંચના ફોર્મેટ અનુસાર નથી. સુપ્રીમકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના નેતા કપીલ સીબ્બલે અહમદ પટેલ વતી ધારદાર દલીલો કરી હતી અને બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયેલી અરજીનો સખ્ત વિરોધ કર્યો હતો. (૮.૮)

(11:48 am IST)