Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ડીઝલ મોંઘુ થતાં ખાનગી બસ, કારના ભાડામાં તોતિંગ વધારો થયો

પ્રજા માટે દિવાળી પર પ્રવાસ કરવો અત્યંત મોંધો બન્યો છે.

અમદાવાદ, તા.૨૭: અમદાવાદથી રાજકોટ વોલ્વોનું ભાડું રૂ.૪૫૦માંથી રૂ.૫૦૦, સુરતનું રૂ.૪૦૦માંથી રૂ.૪૫૦, મુંબઈના રૂ.૬૦૦માંથી રૂ.૬૫૦, જયપુરના રૂ.૭૦૦માંથી રૂ.૮૦૦ થઈ ગયા છે. ડીઝલના ભાવ વધવાના કારણે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ૧૫ ટકાનો ભાવ વધારો ઝીંકયો છે. દિવાળી સમયે તેમાં હજુ રૂ.૫૦ થી રૂ.૧૦૦નો વધારો થવાની શકયતા એસો.ના પ્રમુખે વ્યકત કરી છે. ભાવ વધારા માટે ડીઝલના સતત બદલાતા ભાવ અને આરટીઓ ટેકસને જવાબદાર ગણાવ્યો હતો.

સરકારે દિવાળી વેકેશન ટૂંકાવી નાખ્યું એ ઓછુ હતું ત્યારે ડીઝલના ભાવવધારાના કારણે ભાડા પણ અત્યંત મોંદ્યા થઈ જતાં આ વર્ષે પેકેજ ટુર ઓપરેટરો પાસે દિવાળી વેકેશનમાં ફરવાના ૫૦ ટકા બુકિંગ પણ થયા નથી. વેકેશનમાંથી એક સપ્તાહ નીકળી જતાં હવે ૧૦ દિવસની ટૂર શકય નથી અને ઓછા દિવસની ટુર હોય તો પેકેજ મોંદ્યુ પડે છે. દિવાળી વખતે ફરવા જવા માગતા લોકો મોટેભાગે ખાનગી બસો કે ખાનગી કારોનો ઉપયોગ કરતા હોય છે. આ વખતે ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થયો હોવાથી ખાનગી બસોના ભાડામાં ૧૫ ટકા, ખાનગી કારોના ભાડામાં ૩૦ ટકા અને પેકેજ ટુરના ભાવમાં ૧૦ ટકાનો વધારો ઝિંકવામાં આવ્યો છે. આથી પ્રજા માટે દિવાળી પર પ્રવાસ કરવો અત્યંત મોંદ્યો બન્યો છે. સુરત જેવા શહેરોમાં તો દિવાળી વખતે પોતાના વતન જવા ધસારો થતો હોવાથી બસ ઓપરેટરોએ ભાડા બમણા કરી દીધા છે.

વડોદરામાં ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં ૧૦ ટકાનો વધારો વડોદરાઃ વડોદરામાં પણ ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ દિવાળીને ધ્યાનમાં રાખી ૧૦ ટકા સુધીનો વધારો કર્યા છે. ગત વર્ષે ટેમ્પો ટ્રાવેલના ભાવ રૂ.૧૭ થી ૨૦ હતા તે રૂ.૨૨ થી ૨૫, લકઝરી બસમાં રૂ.૨૮ થી ૩૦ હતા તે રૂ.૩૨ થી ૩૫, એસી બસમાં રૂ.૪૦ થી ૪૫ છે. ઈનોવા કાર રૂ.૧૧ અને ૧૨ હતા તેમાં રૂ.૧ થી ૨નો વધારો કર્યો છે. પહેલા અમદાવાદની ટ્રીપમાં રૂ.૧૫૦૦ બચતા હતા, હવે રૂ. ૧ હજાર પણ નથી વધતા. ટોલ ટેકસમાં પણ કોઈ દ્યટાડો થયો નથી.

ટુર પેકેજના ભાવ ફુટુર પેકેજના ભાવમાં ૧૦ ટકાનો વધારો ઝીંકાયો છે. રૃ.૯,૦૦૦ થી રૃ.૨૫,૦૦૦નું ભાડું વ્યકિત દીઠ વસૂલાય છે. જે ગત વર્ષે રૃ.૧,૦૦૦ ઓછું હતું.

(11:32 am IST)