Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો ચારેય મહાનગરોનો આજનો ભાવ

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનાં ભાવમાં ૪૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૩૭ પૈસાનો દ્યટાડો નોંધાયો છે જે બાદ અહીં પેટ્રોલ ૮૫.૯૩ રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલ ૭૭.૯૬ રૂપિયે પ્રતિ લીટર થઇ ગયુ છે.

અમદાવાદ, તા.૨૭:  પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં શનિવારે પણ દ્યટાડો નોંધાયો છે. અમદાવાદમાં શનિવારનાં પેટ્રોલનાં ભાવમાં ૪૦ પૈસાનો ઘટાડો નોંધાયો છે તો ડીઝલ પર ૩૫ પૈસાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ પેટ્રોલનો ભાવ ૭૭.૪૭ રૂપિયા થઇ ગયો છે જયારે ડીઝલનો ભાવ ૭૭.૯૬ રૂપિયે પ્રતિ લીટર નોંધાયુ છે.

તો આ સાથે જ વડોદરામાં પેટ્રોલનો ભાવ ૭૭.૩૧ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૭.૯૦ રૂપિયા નોંધાયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ ૭૭.૪૯ રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૭.૭૬ રૂપિયે પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે.

રાજકોટમાં પેટ્રોલનો ભાવ ૭૭.૫૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૭. ૮૨ રૂપિયે પ્રતિ લીટર  નોંધવામાં આવ્યો છે.

ગુજરાતનાં જામનગરમાં પેટ્રોલનો ભાવ ૭૭.૪૩ અને ડીઝલનો ભાવ ૭૭.૬૮ રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ ૭૭.૬૩ અને ડીઝલનો ભાવ ૭૭.૯૦ રૂપિયા નોંધાયો છે.

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનાં ભાવમાં ૪૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૩૭ પૈસાનો ઘટાડો નોંધાયો ચે જે બાદ અહીં પેટ્રોલ ૮૫.૯૩ રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલ ૭૭.૯૬ રૂપિયે પ્રતિ લીટર થઇ ગયુ છે.

શુક્રવારે પેટ્રોલનાં ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૭ પૈસાનો દ્યટાડો નોંધાયો હતો. જે બાદથી દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૮૬.૩૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૮.૩૩ રૂપિયા પ્રતિ લીટર થયો હતો.(

(11:24 am IST)