Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સુરતના ગાયનેક ડો. પ્રફુલ દોશી સામેની દુષ્‍કર્મની ફ રિયાદમાં નવો વળાંકઃ ગેરસમજમાં તબીબ સામે ફરિયાદ કર્યાનો અેકરાર

સુરત: શહેરના જાણીતા ગાયનેક ડૉ. પ્રફુલ દોશી સામે થયેલી બળાત્કારની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદ કરનારી મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે ગેરસમજમાં ડૉક્ટર સામે રેપની ફરિયાદ નોંધાવી છે. એટલું નહીં, તેણે સમાધાનની તૈયારી બતાવતા કોર્ટે ફરિયાદ રદ્દ કરવાની મંજૂરી આપી છે.

 

મેડિકલ ઈક્વિપમેન્ટથી થઈ ગેરસમજ

સુરતમાં ચર્ચાસ્પદ બનેલા કેસમાં મી એન્ડ મોમી મેટરનિટી હોમ ચલાવતા અને જાણીતા ગાયનેક ડૉ. દોશી સામે એક મહિલાએ રેપની ફરિયાદ કરી હતી. પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, ચેક-અપના બહાને ડૉ. દોશીએ તેની સાથે રેપ કર્યો હતો. જોકે, હવે તે મહિલાએ કોર્ટને જણાવ્યું છે કે, ડૉ. દોશીએ તેની સોનોગ્રાફી માટે તેના ગુપ્તાંગમાં મેડિકલ ઈક્વિપમેન્ટ નાખ્યું હતું, જેનાથી થયેલા ઘર્ષણને તે બળાત્કાર સમજી બેઠી હતી.

FIR થતાં ગાયબ થઈ ગયા હતા

ડૉક્ટર સામે નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે, રેપ કર્યા પછી ડૉ. દોશીએ તેને કોઈને કહેવા માટે ધમકી પણ આપી હતી. રેપની ફરિયાદ નોંધાતા પોલીસ ડૉ. દોશીના ક્લિનિક પર પહોંચી હતી, પરંતુ તેઓ ગાયબ થઈ ગયા હતા. જોકે, થોડા સમય બાદ તેઓ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

આખરે જેલમાંથી છૂટ્યા ડૉક્ટર

પોલીસે ડૉ. દોશીની ધરપકડ કરીને તેમને જેલના હવાલે કર્યા હતા. જોકે, કોર્ટમાં બંને પક્ષે સમાધાન થઈ જતા હવે રેપની ફરિયાદ રદ્દ થઈ છે. કોર્ટના જજમેન્ટની નકલ મળ્યા બાદ દોશીને લાજપોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

(5:14 pm IST)