Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્‍થળ પાસે સરદાર સરોવર ડેમ નજીક સાધુ દ્વીપ જંગલમાં તંબુનું શહેર બનાવાશે

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવ્યા બાદ ટુરિસ્ટો માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે સરકાર તૈયાર કરી રહી છે. સરદાર સરોવર ડેમ પાસે આવેલ સાધુ દ્વીપ જંગલની વચ્ચે તંબૂનું શહેર વિકસાવવામાં આવી રહ્યું છે. માટે ગુજરાતના વડોદરા જિલ્લા નજીક પસાર થતી નર્મદાના આસપાસના જંગલોમા પણ તંબૂ શહેર બનાવવાનો પ્લાન વિચારણા હેઠળ છે. તંબૂના શહેરથી એડવેન્ચર ટુરિઝમની સાથે સાથે અહીંના આદિવાસીઓને પણ વધુ કમાણીની તક મળશે અને તેમનો આર્થિક વિકાસ વધશે.

 

એડવેન્ચરના ડબલ ડોઝ, સૌથી ઉંચી મૂર્તી અને જંગલમાં તંંબૂ

ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન બાદ મૂર્તિ વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ બની જશે. બીજા નંબરે ચીનમાં આવેલ બુદ્ધની પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 19700 ચો. કિમીના વિસ્તારમાં જુદી જુદી ફેસેલિટી વિકસાવવામાં આવશે. તેમજ 17 કિમી લંબાઈને ફ્લાવર વેલી પણ વિકસાવાશે. સ્ટેચ્યુના હાર્ટ સુધી દર્શકો જઈ શકે માટે ખાસ લિફ્ટની વ્યવસ્થા કરાઈ છે. સ્ટેચ્યુને ખાસ પ્રકારે ચાર ધાતુઓના બ્લેન્ડિંગથી બનાવાયું છે જેથી તેને કાટ લગાવાથી બચાવી શકાય.

2500 લોકોને મળશે રોજગાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દરરોજ 3000 જેટલા લોકો આવી શકે છે. અધિકારીઓનું માનીએ તો એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયા બાદ 2000 પ્રત્યક્ષ ને 500 અપ્રત્યક્ષ નોકરીઓ ઉભી થશે. અહીં આવતા મુલાકાતીઓ માટે કાર પાર્કિંગની વ્યવસ્થામાં 800 ડેટલી કાર પાર્ક થઈ શકે તેટલું વિશાળ પાર્કિંગ આપવામાં આવેલ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ

સ્મારકની બહાર એકસાથે 264 લોકો બેસી શકે તે માટે કાફેટેરિયા બનાવાયો છે. તેમજ અહીં એક ગિફ્ટની દુકાન પણ હશે. તેમજ નજીકમાં 52 રુમની હોટેલ ખોલવામાં આવી છે. સ્ટેચ્યુની પાસે 4747 ચો.કિમીમાં ફેલાયેલ 35 મીટર ઉંચો પ્રદર્શન હોલ બનાવાયો છે. હવે તમાં વધારો કરતા એડવેન્ચર ટુરિઝમ માટે તંબૂઓનું શહેર બનાવાાશે. જ્યાં મુલાકાતીઓ કુદરત અને જંગલની વચ્ચે રાત પસાર કરી શકશે.

(5:34 pm IST)