Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનતા ડો. નીમાબેન આચાર્યઃ સર્વાનુમતે વરણી

ભુપેન્દ્રભાઇ પટેલ અને પરેશભાઇ ધાનાણી નીમાબેનને અધ્યક્ષના સ્થાન સુધી લઇ ગયા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ   ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં ડો. નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. તેમની સર્વાનુમતે સોમવારે વિધાનસભાના પસંદગી કરવામાં આવી હતી. ડો. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. તેમજ પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ભરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી.

 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ડો. નીમાબેન આચાર્યની પસંદગી અંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખુશી વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે ૧૯૬૦ માં વિધાનસભાની સ્થાપના થઇ બાદ પ્રથમ વાર વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થઈ છે.

ભુપેન્દ્રભાઇ અને વિપક્ષીનેતા શ્રી પરેશભાઇ ધાનાણી ડો. નીમાબેનને અધ્યક્ષના સ્થાન સુધી લઇ ગયા હતા અને અધ્યક્ષના સ્થાન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.

(3:40 pm IST)