Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

આરોપી કોન્સ્ટેબલના વાયરલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

પાટીદાર ઉદ્યોગપતિ દુર્લભની આત્મહત્યાનો મામલો : દુલર્ભ પટેલ દ્વારા આપઘાત પૂર્વે એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી જેમાં તમામ લોકોના નામ મળી આવ્યા હતા

સુરત ,તા.૨૭ : સુરતના રહેવાસી અને સામાજિક અગ્રણીએ થોડા દિવસ પહેલા પોતાની માંડવીની કોરી ખાતે આપઘાત કરી લીધો હતો જોકે એક જમીન મામલે રાંદેર પોલીસ સાથે મળીને બિલ્ડર ધમકાવતા હતા. જોકે એટલી હદે ત્રાસ વધી ગયો હતો કે આ તમામ લોકોના પાપે આ આગેવાને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાત પહેલાં તમામ લોકોના નામની એક સુસાઇડ નોટ લખી હતી. જોકે આ સમગ્ર પ્રક્રરણમાં તેમના ઘરે જઈને હાલમાં પકડાયેલ આરોપી ધમકાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સુરતના અડાજણ ખાતે રહેતા અને સમાજના આગેવાન દુર્લભ પટેલની એક જમીન મામલે સુરતની રાંદેર પોલીસે બિલ્ડર  સાથે મળીને એટલી હદે હેરાગતિ કરી  કે આ આગેવાન એ માંડવી ખાતે પોતાની કોરીમાં આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાત પહેલાં તેમણે એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તમામ લોકોના નામ મળી આવ્યા હતા. 

            આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સુરત પોલીસમાં  નોકરી કરતા વિજય શિંદેનું નામ સામે આવ્યું હતું. જોકે, પોલીસે બે દિવસં પહેલાં આ આરોપીને મહારાષ્ટ ખાતે ઝડપી પાડી ગતરોજ કોર્ટમાં રજુ કરી રિમાંડ મેળવ્યા હતા. ત્યારે આ આરોપીએ એક વીડિયો સોશિયલ મીડિયા માં વાઇરલ કર્યો છે. ફેબ્રુઆરી મહિનામાં વિજય શિંદેએ દુર્લભભાઈના દીકરા જયંતને અડાજણમાં ગીરીરાજ સોસાયટી પાસે બોલાવ્યો હતો. ત્યાં કારમાં વિજયે જયંતને બેસાડ્યો હતો. કારમાં પડેલી રિવોલ્વર અને કટર તરફ વિજયે ઇશારો કરીને જયંતને કહ્યું કે, આની મદદથી રાજુ લાખા સાથે મળીને અઠવા લાઈન્સની જમીન બિલ્ડર પાસેથી પડાવી લીધી હતી. તે સમયે અન્ય બે જણા વિજયની સાથે હતા. જોકે વિડીયો ના આધારે આરોપી વિજય સિંદે ના કોટ પાયે રિમાંડ માગિયા છે જેમાં  શિંદે કબજો લેવા ગયેલ ત્યારે કોને સાથે લઈ ગયેલ અને દસ્તાવેજ બનાવેલ છે કે કેમ ? આ ચર્ચાએ જોર પકડ્યું છે.

(7:43 pm IST)