Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વડોદરાના માંજલપુરમાં ધો-12ની વિદ્યાર્થિનીનું મહારાષ્ટના યુવકે અપહરણ કરતા શોધખોળ હાથ ધરવામાં આવી

વડોદરા: માંજલપુર દીપ ચેમ્બર્સ વિસ્તારમાં  રહેતી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીનું મહારાષ્ટ્રના પાલઘર ખાતેના યુવાને અપહરણ કરતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતિ મુજબ દીપ ચેમ્બર્સ પાસેની સોસાયટીમાં રહેતા પરિવારની મોટી પુત્રી તા.૧૭ની રાત્રે ઘરના ઉપરના માળે બેડરૃમમાં ઊંઘી ગઇ હતી. પરિવારના સભ્યો સવારે પાંચ વાગે જાગ્યા ત્યારે તે બેડરૃમમાં મળી હતી જેથી તેની તપાસ કરતા તે મળી હતી. દરમિયાન યુવતી મહારાષ્ટ્રના પાલઘર ખાતે જાય ત્યારે તેનો ગાંધીનગર ઝુપડપટ્ટીમાં  રહેતા લવકુશ ઉર્ફે રાજ છોટાલાલ નાઇ સાથે પરિચય થતા બંને મિત્ર બન્યા હોવાની જાણ થઇ હતી.

(5:45 pm IST)