Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

મહેસાણાના ગોઝારિયામાં અજાણ્યા યુવકે દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર

મહેસાણા: તાલુકાના ગોઝારિયા ગામની એક સગીરા ઉપર આઠેક માસ અગાઉ અજાણ્યા વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનેલી સગીરા ગર્ભવતી બનતાં છેવટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રસુતી થતાં તેણીએ છોકરાને જન્મ આપ્યો હતો.

આ ઘટના અંગે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામાજીક તાણાવાણા અને રૃઢીચુસ્ત રીત-રિવાજોને કારણે કળીયુગમાં અનૈતિક સંબંધો અને ચિત્રવિચીત્ર ઘટનાઓ સર્જાતી હોય છે. આ પ્રકારની જ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 

મહેસાણા તાલુકાના ગોઝારીયા ગામમાં રહેતા મંગુબેન  (નામ બદલેલ છે)નુ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારની ૧૬ વર્ષ ૮ માસની દિકરી ઉપર ગત તા.૧-૧-૧૮ના રોજ મોકો જોઈ અજાણ્યા વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હતો.

(5:13 pm IST)