Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

મોસળીના તાલુકાના દિણોદમાં વીજકંપનીનો તાર તૂટતાં ખેતરમાં ઊગેલ 15લાખથી વધુની શેરડી બળી જતા ખેડૂતની હાલત કફોડી

મોસાલી:માંગરોળ તાલુકાનાં દિણોદ ગામે પાંચ ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપીની એચ.ટી. અને એલ.ટી. વીજ લાઈનનાં તારો તૂટી પડતાં ખેડૂતોનો ઉભેલો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.

દિણોદ ગામે રહેતા ખેડૂતો ખોડાભાઈ આહીરની બે એકર, ખોડાભાઈ ગોવિંદભાઈ આહીરની બે એકર, જેરામભાઈ આહીરની બે એકર, મનહર પટેલની બે એકર અને રણધીરસિંહ વી. રણાની ૪.૧૦ એકર મળી કુલ ૧૨.૧૦ એકર જમીનમાં ઉભેલા શેરડીના પાક ઉપર વીજ તારો પડતા શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો .અંદાજે રૂ. ૧૫ લાખ કરતા વધુનું નુકશાન થયાને પ્રાથમિક અંદાજ છે. 

તમામ ખેડૂતોએ, ડી.જી.વી.સી.એલ. સુરત કચેરીનાં, સુપ્રિટેન્ડન્ટ ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું કે, ડી.જી.વી.સી.એલ.એચ.ટી. કે એલ.ટી. વીજ લાઈનનું જરા પણ સમારકામ કરતું નથી. વારંવાર વીજતારો તૂટીને પડવાથી અકસ્માતો થઈ રહ્યા છે. ખેડૂતોને જે નુકશાન થયું છે. તેનું વળતર વીમા કંપની ચૂકવે અથવા તો ડી.જી.વી.સી.એલ. નુકશાન પોતે ચૂકવે એવી માંગ કરવામાં આવી છે.

(5:12 pm IST)