Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

સુરતના ડભોલી ગામમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરી 17 વર્ષીય તરુણીને યુવકે પોતાની જાળમાં ફસાવી: વેચી નાખવાની ધમકી આપતા પોલીસે રંગે હાથે નરાધમને ઝડપી પાડ્યો

સુરત: શહેરના ડભોલી ગામમાં રહેતા ડ્રાઇવરની 17 વર્ષીય પુત્રીની સાથે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા થયા બાદ તેને ફોન કરી ઉઠાવી જવાની અને વેચી દેવાની છેલ્લા એક અઠવાડિયાથી ધમકી આપતા ચલથાણના યુવાનની ચોકબજાર પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા સુરતના ડભોલી ગામમાં રહેતા ડ્રાઇવરની 17 વર્ષીય પુત્રી નિર્ભયા (નામ બદલ્યું છે) ની મિત્રતા સોશિયલ મીડિયા ઉપર હર્ષ પરમાર નામના યુવાન સાથે થઇ હતી જોકેહર્ષ છેલ્લા એક અઠવાડિયાથી નિર્ભયાને તેનો મોબાઈલ નંબર મેળવી ફોન કરતો હતો અને તેને ઉઠાવી જવાની બીજાને વેચી દેવાની ધમકી આપી ગાળાગાળી પણ કરતો હતો.

(1:02 pm IST)