Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમદાવાદના ચાંદખેડામાં મહિલા સહીત 3 શખ્સોએ દંપતીને બંધક બનાવી 7 લાખની મતા લૂંટી

અમદાવાદ: ચાદખેડામાં એક દંપતીના ઘરમાં ધોળે દહાડે એક મહિલા સહિત ત્રણ શખ્સોએ ઘુસી જઈને 5 લાખ રોકડા અને સોનાની ચાર બંગડીઓ મળીને 7 લાખની લૂંટ ચલાવી હતી. ચાંદખેડા પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ચાદખેડામાં મોટેરા રોડ પર દેવપ્રિય ખાતે રહેતા રાકેશ દાસભાઈ બવલાની (42) ૨૫ જુલાઈના રોજ તેમના માતાપિતા સાથે ઘરમાં હાજર હતા. દરમિયાન બપોરે 2.15 વાગ્યે બે અજાણ્યા શખ્સો અને એક મહિલા તેમના ઘરે આવ્યા હતા. તેમણે રાકેશભાઈના પિતા પાસે પાણી માંગ્યું હતું. તે પાણી લઈને આવતા જ ત્રણેય જણાએ તેમને અને તેમના પતિનીને રસ્સી વડે બાંધી દીધા હતા.

(5:41 pm IST)