Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમદાવાદ એરપોર્ટ ઉપર હજ્જ યાત્રિકોને મફત ચા-નાસ્તો-દવા સહિતનું આયોજન

હજ કમીટીએ ૩ વર્ષમાં કરેલી કામગીરીની સર્વત્ર સરાહના

તસ્વીરમાં હજ્જ સમિતિની મિટીંગ વેળા પ્રો. કાદરી સભ્યો રફીકબાપુ લીમડાવાલા (ભાવનગર), હાજી શબ્બીરભાઇ હામદાણી (પોરબંદર) વગેરેને સંબોધન કરી રહેલા નજરે પડે છે.

ભાવનગર : સમગ્ર ભારતની હજ્જ કમિટીઓમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી ગુજરાત રાજય હજ કમિટીની ત્રણ વર્ષની મુદત પુરી થઇ છે. હવે સરકાર નવી હજ કમિટીની રચના કરશે. ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રિન્સીપાલ મોહમ્મદઅલી કાદરી અને તેમની ટીમે અથાક પ્રયત્નો કરી હાજીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડી, હાજીઓનો પ્રેમ સંપાદન કરી ગુજરાત સરકારને પણ ગોૈરવ અપાવ્યું છે. ત્રણ વર્ષના ટુંકા ગાળામાં જ કમિટીએ સર કરેલા સોપાનો અન ઉત્તમ કામગીરીના વખાણ વિપક્ષના ધારાસભ્ય મોહંમદ જાવીદ પીરઝાદા  જાહેરમાં કરી ગુજરાત હજ કમિટીના ગોૈરવમાં યશ કલગી વધારી ચુકયાં છે.

હજ કમિટીના ચેરમેન પ્રિન્સીપાલ કાદરી અને તેમની ટીમ દર વર્ષે હજ કવોટા વધારવામાં સફળ રહી અને ગત વર્ષોના ગુજરાતના ઇતિહાસમાં સોૈથી વધારે ૧૧૦૪૯ હાજીઓ હજયાત્રાએ ગયાં હતાં. સમાજ પ્રત્યેની જવાબદારી અદાા કરવાનું... ઉત્તમ કામ હજ કમિટીએ કરેલ.

ગુજરાતના હાજીઓની સેવામાં ગયા વર્ષે ૫૦ સરકારી મુસ્લિમ કર્મચારીઓને ગુજરાત સરકારે સાઉદી મોકલ્યા હતાં.

પ્રો. કાદરીએ હાજીઓને ફરજિયાત બેગો ખરીદવાના નિર્ણયનો વિરોધ કરી કાયદો રદ કરાવી હાજીઓનું શોષણ થતું અટકાવ્યું હતું. એક વખત ઉમરા અથવા હજ કરેલી હોય અને બીજી વખત તે માટે સાઉદી જાય તેમણે બે હજાર સાઉદી રિયાલ લગભગ પાંત્રીસ હજાર રૂપિયા વધારે ચુકવવાના સાઉદી સરકારના આઘાતજનક કાળા કાયદાનો પ્રિન્સીપાલ કાદરીએ જાહેર વિરોધ કરી લાગતા વળગતાઓને રજૂઆત કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર હાજીઓ માટે મસ્જીદમાં હોય તેવા વજુ કરવા માટેના આરામદાયક સખાવા બનાવવાનો યશ પણ ગુજરાત હજ કમિટીના ફાળે જાય છે. એરપોર્ટ પર હાજીઓને વિદાય આપવા આવતા સગાસંબંધીઓને ગુણવત્તાસભર પોૈષ્ટીક ચા-નાસ્તો, નહીં નફો અને નહીં નુકશાનના ધોરણે મળી રહે અને સ્ટોલવાળા નફાખોરી ના કરે તે માટે મોટા અક્ષરે ભાવ લખવાની ફરજ પાડવામાં આવે છે. ગયા વર્ષે પણ કેટલાક, સેવાભાવી એનજીઓ તરફથી એરપોર્ટ પર તદ્દન મફત ચા-નાસ્તો અને દવાઓ મળી રહે તેવું હજ કમિટીએ સુંદર આયોજન કરેલ છે.

(12:31 pm IST)