Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

નર્મદા જિલ્લામાં પશુ ઓ માટે GVK emri 1962 ની નિઃશુલ્ક સેવા ચાલુ કરાઈ

1962 એ એક ટોલ ફ્રી નંબર છે જેમાં કોઈ પણ પશુ માટે બોલાવવા કોલ કરી શકાશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા GVK EMRI દ્વારા આજરોજ 1962 ની:શુલ્ક પશુ સારવાર માટેની દસ ગામ દીઠ ફરતી એક વાનના ઉદ્દઘાટન માટે રાજપીપલા જિલ્લા સેવા સદન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માં ત્રણ 1962 મોબાઈલ પશુ સારવાર વાનને માનનીય અતિથિઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા કલેકટર મનોજ કોઠારી, ડીડીઓ ડૉ. જીન્સી વિલિયમ મેડમ, રાજપીપલા જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. દવે, ડૉ ચૌધરી તથા 108 માં ઈએમઇ તરીકે ફરજ બજાવતા હનિફ બલૂચી અને યશ નાયક એ હાજરી આપી હતી.

વધુમાં જાણવાનું કે 1962 વાન ને 10 ગામ દીઠ એક ફાળવવામાં આવી છે અને જિલ્લા ના તમામ ગામો ને આવરી લેવામાં આવશે આજે પેહલા તબક્કા માં ત્રણ 1962 વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેવીજ રીતે બીજા અને ત્રીજા તબક્કામાં એક કરી ટોટલ સોળ 1962 જિલ્લામાં ફાળવવામાં આવીછે. 1962 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી (MVD) પશુ ઓ માટે નિઃશુલ્ક સેવા છે જેમાં કોઈ પણ પ્રકાર ની કોઈ પણ ફી હોતી નથી. 1962 એ એક ટોલ ફ્રી નંબર છે જેમાં કોઈ પણ પશુ માટે બોલાવવા કોલ કરી શકાશે.

(8:00 pm IST)