Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ઓહો... ખટારો ઉંધો

 વલસાડઃ કપરાડા નાનાપોઢા માર્ગ ઉપર જોગવેલ ડુંગરપાડા નજીકમાં પુના થી ગોળ ભરી પારડી તરફ જતો આઇસર ટેમ્પો ઢાળ ચડતી વખતે રિવર્સ આવી રોડની બાજુમાં પલટી જતા ટેમ્પોના બંને ટાયરો ઉપર થઈ ગયા હતા ઘટના માં ચાલક નો બચાવ થયો હતો. ટેમ્પોમાં ભરેલા ગોળના અનેક બોક્ષ ટેમ્પોની બહાર નીકળી જતા આવતા જતા લોકો એકત્ર થઈ ગયા હતા ઘટનાંની જાણકારી ટેમ્પો મલિક ને મળતા ટેમ્પામાં ભરેલ ગોળના બોક્ષ અન્ય વાહનમાં ભરી ને ટેમ્પો બહાર કાઢવા માટે ની કામગીરી શરૂ કરવામાં આવી હતી નોંધનીય છે કે જોગવેલ નજીક અગાઉ પણ અનેક અકસ્માત થયા છે અહીં સાઈન બોર્ડ નો અભાવ હોવાને કારણે અજાણ્યા વાહન ચાલકો અકસ્માત નો ભોગ બને છે.

(3:37 pm IST)