Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સુરતની આઈ.એમ. જિનવાળા ટ્રસ્ટની શાળાઓમા પ્રેરક નિર્ણંય : વિદ્યાર્થીઓની 3 થી 6 મહિનાની ફી માફ કરી

કપરાકાળમાં સ્કૂલ ફી માફીના નિર્ણંયથી વાલીઓ-વિદ્યાર્થીઓમાં આભારની લાગણી સાથે ખુશીની લહેર

સુરતઃ કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં વેપાર ધંધા અને રોજગારી બંધ રહેતા લોકોને આર્થિક મુશ્કેલીની સામનો કરવો પડી રહયો છે ત્યારે રાજયની મોટા ભાગની શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ  સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી સંચાલિત શાળાઓએ ત્રણ થી છ મહિનાની ફી માફ કરાવી માનવતાભર્યુ પગલુ ભર્યુ છે. નર્સરીમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓની છ મહિનાની તથા એકથી બાર સુધી અભ્યાસ કરતા વિધાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

હાલમા સમગ્ર દેશમા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. મોટા ભાગના લોકો બેરોજગાર બન્યા છે. કેટલાક લોકોના પગાર પર કાપ મુકવામા આવ્યા છે. ત્યારે સ્કુલો દ્વારા વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનુ શરુ કર્યુ છે અને બીજી તરફ વાલીો પર ફી ભરવા માટે દબાણ કરવામા આવી રહ્યુ છે. ત્યારે આવા મહામારીના સમયે સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી મંડળ સંચાલિત છ જેટલી સ્કુલો મા વિધાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. 

 

પ્રિ-પ્રાઇમરીના વિદ્યાર્થીઓની છ મહિનાની ફી તથા ધોરણ એક થી 12ના વિધાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. શાળાના સંચાલકો દ્વારા જે રીતે નિર્ણય લેવામા આવ્યો છે ત્યારબાદ વાલીઓમા પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.  આવા કપરા સમયે જ્યારે સ્કુલ સંચાલકોએ તેમને સાથ સહકાર આપ્યો છે  ત્યારે વાલીઓએ તેમનો આભાર પણ વ્યકત કર્યો હતો. આ સાથે ફી માફ કર્યા બાદ પણ શાળા દ્વારા ઓનલાઇન એજયુકેશન આપવાનુ શરુ રાખવામા આવ્યુ છે. વિધાર્થીઓનુ કરિયર ન બગડે તે માટે પુરતી તકેદારી શાળાના સંચાલકોએ લીધી છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે આ સંસ્થાએ માનવતાભર્યુ પગલુ લીઘુ છે તે જ રીતે તમામ ખાનગી શાળાના સંચાલકો નિર્ણય લે તેવી આશા લોકોએ વ્યકત કરી હતી.

(11:15 am IST)