Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રાજ્યમાં 29 જૂનથી ચોમાસુ સક્રિય:. 29 જૂનથી 2 જુલાઈ સુધીમાં વરસાદ પડશે:અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :રાજ્યના પારંપરીક પર્યાવરણ વિશ્લેષક અંબાલાલે આગામી સમયના હવામાન અંગે ભવિષ્યવાણી ભાખી છે. તેમણે જણાવ્યુ છે કે રાજ્યમાં 29 જૂનથી ચોમાસુ સક્રિય થશે. 29 જૂનથી 2 જુલાઈમાં રાજ્યમાં વરસાદ પડશે

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગમાં વરસાદ પડશે. આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતના છુટા-છવાયા ભાગમાં વરસાદ પડશે. 7 જુલાઈ સુધીમાં સાબરકાંઠા, અરવલ્લીમા વરસાદ થશે.

(10:00 pm IST)