Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અમદાવાદના કાલુપુર પોલીસ મથકના લોકઅપમાંથી આરોપી ફરાર :દોડધામ

બીમારીની બહાનું કાઢીને લોકઅપમાંથી બહાર આવીને પોલીસને ધક્કો અમારી ભાગી ગયો

અમદાવાદ :અમદાવાદ કાલુપુર પોલીસ મથકના લોક-અપમાંથી એક આરોપી ફરાર થઈ જતા કાલુપુર પોલીસમાં દોડ ધામ મચી જવા પામી હતી.પુછપરછ માટે લવાયેલ એઝાઝ નામના આરોપીએ માંદગીનું નાટક કરીને લોક-અપની બાહર કાઢવાની પોલિસે વિનંતી કરી હતી.

લોક-અપની બાહર આવ્યા બાદ તક મળતા આરોપી પોલિસને ધક્કા મારીને નાસી છુટયો હતો.આ ઘટના બાદ તમામ અધિકારીઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા.પોલિસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

(6:23 pm IST)