Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સુરત નજીક ચલથાણમાં રેલવે સ્ટેશન પર બે યુવાનોને પોલીસે 65 હજારની કિંમતના દારૂના જથ્થા સાથે ઝડપ્યા

સુરત: નજીકના ચલથાણ અને ભેસ્તાન વચ્ચે ટ્રેનનું ચેઇન પુલિંગ કરીને દારૂ લઈને ઉતરેલાં બે યુવાનોને આરપીએફની ટીમે ઝડપી પાડીને તેમની પાસેથી રૂપિયા 65,500ની કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો છે. ટ્રેનોમાં દારૂની હેરાફેરી કરતા ખેપીયાઓ વારંવાર ચેઇન પુલિંગ કરતાં હોવાનું ધ્યાનમાં આવતા ઉધના આરપીએફની ટીમે ટ્રેનોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

ઉધના આરપીએફના પીઆઇએ ટીમને ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં બારડોલીથી ભેસ્તાન સુધી એસ્કોર્ટ માટે મોકલી હતી, જેમાં ભેસ્તાન બાયપાસ પાસે ચેઇન પુલિંગ કરીને બે જણાં ઉતરતાં તેમની પાસેથી દેશી અને વિદેશી દારૂ મળી આવ્યો હતો.

(4:52 pm IST)