Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

નડિયાદ ડિવિઝન સ્ક્વોડે રામપુરના પાલડી વિસ્તારમાંથી 65 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 3ની ધરપકડ કરી

નડિયાદ:ડિવિઝન સ્ક્વોર્ડની ટીમ ગતરોજ ચકલાસી પોલીસસ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતી. તે વખતે છોટા હાથી ટેમ્પીમાં વિદેશી દારૂ ભરી નડિયાદ તાલુકાના કંજોડા ગામેથી ચકલાસી ગામે લઈ જવામાં આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી ડિવિઝન સ્ક્વોર્ડે દારૂની હેરાફેરી પકડી પાડવા માટે ચકલાસી નીલકંઠ સ્ટોરેજ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટાટા એસીઈ છોટા હાથી લોડીંગ ટેમ્પી નં જીજે ૦૭ વાયઝેડ ૪૩૮૮ આવતાં પોલીસે તેને રોકી હતી. અને ટેમ્પીમાં સવાર રાજેશભાઈ પ્રભાતભાઈ સોઢા અને કિરીટભાઈ ઉર્ફે મેલીયો માલાભાઈ સોઢા (બંને રહે.નાનાવગા, તા.નડિયાદ)ની અટકાયત કરી હતી. 

ત્યારબાદ ટેમ્પીમાં તલાશી લેતાં તેમાંથી એપીસોડ ક્લાસીક વ્હીસ્કી નંગ-૫૬ કિંમત રૂ.૨૮,૦૦૦, બ્લ્યુ સ્કાય ડ્રાય જીન નંગ-૩૨ કિંમત રૂ.૧૬,૦૦૦, અને કેસીનોઝ પ્રાઈડ વ્હીસ્કી નંગ-૧૫ કિંમત રૂ.૭૫૦૦ ની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે છોટા હાથી ટેમ્પીની કિંમત રૂ.૨,૫૦,૦૦૦ ગણી કુલ રૂ.૩,૦૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરૂધ્ધ ચકલાસી પોલીસમાં ફરીયાદ આપી હતી. 

(4:48 pm IST)