Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ઠાસરા તાલુકાના બોરડી ગામે જૂની અદાવતની રીસ રાખી આંઠ શખ્સોનો 3 પર જીવલેણ હુમલો

ઠાસરા: તાલુકાના બોરડી ગામે ૧૧ વર્ષ પહેલાં વિધાનસભાની ચૂંટણીની અદાવતમાં આઠ શખ્સોએ હુમલો કરીને એકને ધારીયા-લોખંડના સળિયા તેમજ ગડદાપાટુનો માર મારીને ઈજાઓ પહોંચાડવાના કેસમાં ડાકોરની અદાલતે ચારને તકશીરવાર ઠેરવીને એક-એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ત્રણ મહિલાઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકાઈ હતી. એક આરોપી ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન પામતાં તેમને એબેટ કરવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૫-૧-૦૮ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે બોરડી ગામે રહેતા નારાયણભાઈ લલ્લુભાઈ રાઠોડ ઉપર વિધાનસભાની ચૂંટણીની રીસ રાખીને જેસીંગભાઈ જુજારભાઈ રાઠોડ, સતીષભાઈ ઉર્ફે ભલાભાઈ જેસિંગભાઈ રાઠોડ, મુકેશભાઈ જેસીંગભાઈ રાઠોડ, વિક્રમભાઈ ઉર્ફે બોડો બલુભાઈ રાઠોડ, અમરાભાઈ રાભાભાઈ રાઠોડ, વર્ષાબેન સતિષભાઈ ઉર્ફે ભલાભાઈ રાઠોડ, લીલાબેન જાલમસિંહ રાઠોડ અને કાળીબેન જેસીંગભાઈ રાઠોડ દ્વારા ધારીયા-લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. જેસીંગભાઈ અને સતીષભાઈએ ધારીયાથી તેમજ મુકેશભાઈ અને વિક્રમભાઈએ લોખંડના સળિયાથી માર માર્યો હતો. જ્યારે બીજા આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો. અંગે ડાકોર પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરીને તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ડાકોરની કોર્ટમાં રજૂ કરી હતી. 

(4:48 pm IST)