Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિીલ ઓફ કેનેડાની યોજાઇ ગયેલ વાર્ષિક સામાન્ય સભા

અમદાવાદઃ  ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિીલ ઓફ કેનેડા (જીપીએસ) એક ચરાણી નફાકારક સંસ્થા છે. જેનુ દ્રષ્ટીત સાથે મળીને વધુ સારા અને સમૃધ્ધ ભવિષ્ય પ્રાપ્ત કરીને આર્થિક સાંસ્કૃતિક અને સામાજીક રીતે ગુજરાત, ભારત અને કેનેડીયન સરકાર વચ્ચેની મુખ્ય અસરકારક સંસ્થા બનો ''ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સીલ ઓફ કેનેડાએ ગોર મીડોવ કોમ્યુનીટી સેન્ટર ખાતે તેની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ બેઠકમાં જી.પી.એે.સી સભ્યો અને બોર્ડ ઓફ ડીરેકટર્સ ભાગ લીધો હતો.

છેલ્લા બે વર્ષમાં જી.પી.સી.પી. દ્વારા ૯,૧૦ ઇવેન્ટસ યોજવામાં આવી હતી. જેમા ગુજરાત ગૌરવ દિવા અને એવોર્ડ ગાલા સમારંભો નવુ વર્ષ ભંડોળ ઉભુ કરવાના કાર્યક્રમો સામાજીક અને સાંસ્કૃતીક કાર્યક્રમો અને સમુદાયને એક સાથે લાવવા અને છત્રી સંસ્થા તરીકે ઉભરી આવવા માટે ભવિષ્યમાં વધુ કાર્ય કરીશું  બોર્ડ તમામ સલાહકાર પરીષદના સભ્યો માઇક મહેતા, રમેશ ચોટીયા, અનિલ શાહ, ભારત ચાવડા, ટોની પંચાલ, અને જશ પટેલને તેમના માર્ગદર્શન અને સમર્થન બદલ આભાર માન્યો જી.પી.એ.સી. દર વર્ષે નવા નેતૃત્વને ઉતેજન આપવાના વચનને જાળવી રાખવા માટે નવા પ્રમુખ અને બોર્ડ ઓફ ડીરેકટરની પસંદગી હતી. નરેશ ચાવડા, અશોક શાહ, હિતેન્દ્ર પટેલે યોગ્ય ચુંટણી પ્રક્રિયા હાથ ધરી હતી.

(3:35 pm IST)