Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મણીનગરમાં નકલી પોલીસનું જાહેરમાં સરઘસ કઢાયું : રોફ મારનારા ત્રણેયને અસલી પોલીસે ઉઠબેસ કરાવી

અમદાવાદ: અમદાવાદમાં નકલી પોલીસ બનીને રોફ મારનારા શખ્સોને અસલી પોલીસે ઝડપી પાડ્યા હતા શહેરના કાંકરિયાની આસપાસ રોફ મારી તોડપાણી કરનારા તેમજ લારી-ગલ્લાવાળાઓ પાસે રુપિયા ઉઘરાવનારા ત્રણ શખ્સોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી તેમને ઉઠબેસ કરાવી હતી. પોલીસે વિસ્તારના લોકોને પણ આવા કોઈ શખ્સોથી ડરવા માટે પણ લોકોને જણાવ્યું હતું.

(9:55 pm IST)