Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મહીસાગરમાં સુરતના બે આશાસ્પદ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત: ચાર મિત્રો બર્થડે પાર્ટી મનાવવા ગયેલા

 

વડોદરા :વડોદરાના સાવલીના લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગરમાં ડૂબી જવાથી મૂળ સુરતના બે આશાસ્પદ વિદ્યાર્થીઓના મોત નિપજ્યાંછે મૃતકો એમએસ યુનિવર્સિટી અને બાબરીયા ઇન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થીઓ હતા એમએસ યુનિવર્સિટીમાં બી।એસસી.માં અભ્યાસ કરતો નિતીન વાળા અને બાબરીયા ઇન્સ્ટીટ્યૂટમાં કમ્પ્યુટર એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા હાર્દિક કલસરીયા સહિત ચાર યુવાનો સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે મિત્રની બર્થડે પાર્ટી મનાવવા માટે ગયા હતા.

  મળતી વિગત મુજબ નદી કિનારે પાર્ટી મનાવ્યા બાદ ચારેય મિત્રો મહીનદીમાં નાહવા ગયા હતા. જેમાં નિતીન વાળા અને હાર્દિક કલસરીયા નવા ધસમસતા પાણીમાં તણાઇ ગયા હતા. બે મિત્રો તણાતા સાથી મિત્રોએ તેઓને બચાવવા માટે બુમરાણ મચાવી મૂકી હતી. યુવાનોની બુમો સાંભળીને સ્થાનિક તરવૈયાઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ મહી નદીમાં આવેલા વરસાદના નવા પાણીના વહેણમાં બંને તણાઇ ગયા હતા.શોધખોળ દરમિયાન હાર્દીક કલસરીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. નિતીન વાળાની શોધખોળ ચાલી રહી છે.

 ડૂબી ગયેલા બંને યુવકો સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાની જાણ તેઓના પરિવારજનોને કરતા તેઓ સાવલી આવવા માટે રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગેની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.

(11:42 pm IST)