Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

બાળકોને ઉઠાવી જતી ટોળકીની અફવા મામલે ઇન્ચાર્જ ડીજીપી મોહન જ્હાએ બોલાવી ઉચ્ચ અધિકારીઓની બેઠક

સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયા,અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત :અફવા ફેલાવનારા પર કાર્યવાહીના આદેશ

ગાંધીનગર :રાજ્યમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ સક્રિય હોવાની અફવા મામલે ઇન્ચાર્જ ડીજીપી મોહન જ્હાએ આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં સીઆઇડી ક્રાઇમના આશિષ ભાટિયા , અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યાં હતા 

 બેઠકમાં રાજ્યમાં અફવા ફેલાવનારા લોકોને શોધવા અને અફવા અટકાવવા કાર્યવાહી કરવા,સોશ્યલ મીડિયા અને ન્યુઝ માધ્યમો પર નજર રાખવા,અફવા કયાંથી શરુ થઇ અને તેને ફેલાવવામાં કોનો હાથ છે તેને શોધીને કાર્યવાહી કરવા આદેશ અપાયો છે ઉપરાંત રાજ્યભરમાં પેટ્રોલિંગનો પણ આદેશ આપવાની સાથે પ્રકારની અફવાનો કોઈ મેસેજ મળે તો તુરત કાર્યવાહી કરવા ઇન્ચાર્જ ડીજીપી મોહન જ્હાએ આદેશ અપાયો છે કોઈપણ વિચર્યા વગર બાળકોને ઉઠાવી જનાર ગેંગ વિશેનો મેસેજ ફોરવર્ડ ના કરે તે હિતાવહ છે

(9:52 pm IST)