Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અમદાવાદ જિલ્લાની વધુ ૮ શાળાઓની ફી જાહેર કરાઈ

સ્કૂલોની દરખાસ્તના આધારે ફી જાહેર કરાઇ : સૌથી વધુ ફી સેટેલાઇટની શ્રીશ્રી રવિશંકર સ્કૂલની છે એફઆરસી દ્વારા ફી નક્કી કરવાના વલણ મુદ્દે નારાજગી

        અમદાવાદ,તા.૨૭ : અમદાવાદ જિલ્લાની વધુ ૮ ખાનગી શાળાની ફી જાહેર કરવામાં આવી છે. હ્લઇઝ્રએ સ્કૂલોની દરખાસ્તોની આધારે ફી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી શ્રી રવિશંકર સ્કૂલની ફી મંજૂર કરવામાં આવી છે. શ્રી શ્રી રવિશંકર સ્કૂલની ઉચ્ચત્તર માધ્યમિકની ફી રૂ.૫૨ હજાર ૨૯૦ મંજૂર કરવામાં આવી છે. તો બીજી તરફ ૮ સ્કૂલોમાં સૌથી વધુ ફીની દરખાસ્ત કરનારી કોસમોસ સ્કૂલની રૂ.૯૦ હજાર ફીમાંથી રૂ.૪૨હજારની ફી મંજૂર કરવામાં આવી છે. જ્યારે મણિનગરની દૂન સ્કૂલની રૂ.૨૫ હજાર ફી વસુલવાની મંજૂરી માગી હતી જેની સામે રૂ.૧૭ હજાર ફી વસુલવાની મંજૂરી આપવામાં આવી છે. તો વસ્ત્રાપુર અને વાસણા વિસ્તારની નિર્માણ સ્કૂલની ફી રૂ.૨૪ હજારથી લઇ રૂ. ૪૦ હજાર સુધી મંજુર કરવામાં આવી છે. એફઆરસી દ્વારા સ્કૂલોની દરખાસ્તને ધ્યાનમાં લઇ ઉપરમુજબ ફીનું માળખું જાહેર કરાયું હતું. જો કે, બીજીબાજુ, હજુ વાલીઓમાં એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવતી ફીને લઇ રોષની લાગણી ફેલાયેલી છે કારણ કે, વાલીઓના મતે, રાજય સરકાર દ્વારા જે ફી અધિનિયમ અમલી બનાવાયો છે તેને સુસંગત આ ફીનું ધોરણ છે જ નહી. તમામ ખાનગી શાળાઓમાં તેમની દરખાસ્તમાં ઉંચી અને તગડી ફીનું ધોરણ જ રજૂ કરે છે, જેને પરિણામે એફઆરસી જે ફી માળખું નક્કી કરે તે પણ સરકારે નક્કી કરેલા ફીના ધોરણથી વધુ જ હોય છે. તેથી વાલીઓએ એફઆરસીના વલણ પરત્વે પણ નારાજગી વ્યકત કરી હતી. ફી નીચે મુજબ છે.

સ્કુલનું નામ

માંગેલ ફી

મંજૂર ફી

શ્રી શ્રી રવિશંકર કે.જી

૪૯,૨૦૦

 ૪૪,૯૪૦

શ્રી શ્રી રવિશંકર, પ્રાથમિક

૫૪,૭૫૦

૪૯,૯૮૦

શ્રી શ્રી રવિશંકર, ઉ.પ્રાથમિક

૫૭,૩૦૦

૫૨,૨૯૦

કોસમોસ ઇન્ટ. સેકેન્ડરી

૯૦,૦૦૦

૪૨,૬૦૦

નિર્માણસ્કૂલ વાસણા

૫૦,૦૦૦

૪૦,૦૦૦

હા.સે.જ.

 

 

નિર્માણ સ્કૂલ વાસણા

૫૦,૦૦૦

૪૦,૦૦૦

હા.સે.સા

 

 

(8:09 pm IST)