Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અમદાવાદમાં નકલી પોલીસ બનીને માર મારીને પૈસા પડાવતી ગેંગના ત્રણ શખ્શો ઝડપાયા : એક નાશી ગયો

બે મિત્રોને માર મારીને પૈસા પાંડવવાની કોશિશ કરતા હતા ત્યાંજ અસલી પોલીસ પહોંચી

અમદાવાદમાં ફરીવાર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બની બે મિત્રોને માર મારી પૈસા પડાવવાની કોશિષ કરતી ગેંગના ત્રણ શખ્શો ઝડપાયા છે  કાંકરિયા ખાતે આ બનાવ બની રહ્યો હતો ત્યારે જ અસલી પોલીસ આવી અને ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં ચાર લોકોની ગેંગ રીક્ષા અને બાઇક લઇને કાંકરિયા ગેટ નંબર 4 પર પહોંચી ડીસ્ટાફમાં નોકરી કરતા હોય તેવો વેશ ધારણ કરીને શખ્સોએ પટવા શેરીના અંજલ શેખ અને મુખત્યાર શેખને તેમની પૂછપરછ કરવાની છે અને પોતે ક્રાઇમબ્રાંચની ટીમ છે તેમ કહી તપાસ કરવા લાગ્યા હતાં. થોડી જ વારમાં બંને મિત્રોને આ શખ્સોએ માર માર્યો હતો.

  નકલી પોલીસ માર મારતા હતા ત્યારે જ લોકો ભેગા થઇ ગયા અને ત્યાં જ મણીનગર પોલીસસસ્ટેશનના ડીસ્ટાફના અસલી પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. બનાવમાં દરમિયાનગિરી કરતા જ આ બંને મિત્રોએ અસલી પોલીસને કહી દીધું કે આ ક્રાઇમબ્રાંચના માણસો તેમને હેરાન કરે છે. જેથી અસલી પોલીસ સમજી જ ગઇ કે આ ચારેય નકલી પોલીસ છે અને તેમને પકડે તે પહેલા જ અસલમ અંસારી બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે બાપુનગરના મહોમદ અલી શેખ, રખિયાલના સહાનુકુશન અંસારી અને બાપુનગરના હાફિક ખોખરની ધરપકડ કરી પોલીસસ્ટેશન લઇ જવાયા હતાં.

(7:53 pm IST)