Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

વડોદરા નજીક જિંદગીથી કંટાળલે યુવકે ફાસો ખાધો

વડોદરા:પોર રમણગામડી ખાતે રહેતા કવિત મુકેશભાઇ પટેલ નામના ૨૭ વર્ષના યુવાને પોતાના ઘેર નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસને તેના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં આજે જે પગલુ ભરુ છુ તે હું ખુદ ભરી રહ્યો છુ હું જિદગીથી કંટાળી ગયો છુ, મમ્મી-પપ્પા દિશાંતનું ધ્યાન રાખજો તેવો ઉલ્લેખ હતો. આત્મહત્યા કરનાર  કવિત પોર જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરતો હતો અને તેને ચાર વર્ષનો પુત્ર દિશાંત છે.

રહસ્યમય સંજોગોમાં આપઘાત કરનાર યુવાને વરણામાની યુવતી સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા  હતાં. જો કે પોલીસ હજી સુધી તેની પત્નીનું નિવેદન લઇ શકી નથી. તા.૨૪ની રાત્રે ૧૧ વાગે પોતાની રૃમમાં ઊંઘી ગયા બાદ સવારે સાત વાગે તેની માતા નોકરી જવા માટે કવિતને ઉઠાડવા માટે ગઇ ત્યારે તેનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ ગામમાં થતા અનેક લોકો ભેગા થઇ ગયા  હતાં.

(6:07 pm IST)