Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ઇડરની મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

ઈડર:માં રહેતી એક મહિલાના નામનું બોગસ ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી, આ મહિલાની બદનામી થાય તેવા મેસેજ સોશીયલ મિડીયામાં વાઈરલ કરી, બાદમાં ફોન અને મેસેજ થકી ધમકી આપ્યાના આક્ષેપ સાથેની એક ફરિયાદ ત્રણ મહિલાઓ વિરુદ્ધ નોંધાતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ઈડર પોલીસે આઈ.ટી. એક્ટ તથા એટ્રોસીટી એક્ટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

ઈડર શહેરમાં રહેતી એક મહિલાના મોબાઈલ નંબર આધારે હિંમતનગર ખાતે રહેતી ત્રણ મહિલાઓએ મળી બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ મારફતે ઈડરની મહિલાને નામે વિવિધ ફ્રેન્ડ રીક્વેસ્ટો મોકલી ગમે તેવા મેસેજ કરાતા હતા સાથે જ આ ત્રણે મહિલાઓએ ઇડરની મહિલાના નામે બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી લીધું હતું. અને આ એકાઉન્ટ મારફતે કોઈ છોકરા સાથે પ્રેમસંબંધ છે, તેવા ખોટા અને બદનામી કરતા મેસેજો પણ પ્રસારીત કર્યા હતાં.

(6:06 pm IST)