Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ધનસુરા પંથકમાં વરસાદના કારણે રોડ પર ગાબડાં પડતા વાહનવ્યવહાર ઠપ્પ

ધનસુરા :તાલુકા પંથકમાં સાંબેલાધાર વરસેલા વરસાદના પગલે નુકશાનની ભીંતી સેવાઈ રહી છે.જયારે ધનસુરા-અમદાવાદ માર્ગ પર આવેલા બુટાલ સ્ટેન્ડ નજીક રોડ પર ગાબડું પડવાની દહેશતથી તંત્ર હરક્તમાં આવી ગયું હતું અને રાત્રે કામગીરી શરૃ કરી હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ હાલ તો આ માર્ગનો ટ્રાફીક વાળી કંજરીકંપા થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.જયારે ડાયવર્ઝન સીંગલ પટ્ટી રોડ ના કારણે ટ્રાફીક જામ થતાં વાહન ચાલકો ભારે પરેશાની નો ભોગ બની રહયા છે.

ધનસુરા તાલુકામાં ભારે વરસાદના પગલે ૨૦થી વધુ વીજ પોલ ધરાશાયી થયા હતા.તો વાવાઝોડાથી વૃક્ષો ધરાશયી થયા હોવાનું જાણવા મળેલ છે.ભારે વરસાદના કારણે બાંણીકંપા-દોલપુરકંપા વિસ્તારના ખેડૂતોને ખેતરમાં પાળા તુટી જતાં નુકશાનની ભીંતી સેવાઈ રહી છે.

 

(6:06 pm IST)