Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

56 લાખના હીરા ખરીદી પૈસા ન ચુકવનાર સુરતી પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ

સુરત:વરાછાના હીરા વેપારી પાસે રૃ. ૫૬.૨૦ લાખના તૈયાર હીરા લઇ જઇ છ માસ બાદ પણ પેમેન્ટ નહીં કરનાર દલાલ પિતા-પુત્ર  વિરૃદ્ધ ભોગ બનનાર હીરા વેપારીએ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પિતા-પુત્રએ અન્ય વેપારીઓ સાથે પણ આ રીતે છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછારોડ હીરાબાગ પૂર્વી સોસાયટી વિભાગ-૧ શેરી નં. ૪ ડી-૩૫માં રહેતા ગૌરાંગભાઇ મોહનભાઇ ગોળકીયા વરાછા લંબેહનુમાન રોડ જે.બી. શોપીંગ સેન્ટરમાં હીરાનો વેપાર કરે છે. મૂળ ભાવનગરના ગારીયાધારમાં માનવિલાસ ગામના વતની અને સુરતમાં વરાછારોડ મીરાનગરની પાછળ ભાતની વાડી ૧૮૭માં રહેતા પિતા-પુત્ર વાલજીભાઇ દયાળભાઇ ગોરસીયા- હરેશે ગત ડિસેમ્બર, ૨૦૧૭ના પ્રથમ સપ્તાહમાં ગૌરાંગભાઇને મળ્યા હતા અને પોતાની ઓળક હીરાદલાલ તરીકે આપી હીરા વેચવા લઇ ગયા હતા.

(6:05 pm IST)