Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

નવસારીમાં 12 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી યુવક ભગાડી જતા ચકચાર

નવસારી:માં ધો. ૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી વિરાવળ ગામનો યુવાન લગ્ન કરવાની લાલચે ભગાવી જતાં ચકચાર મચી છે. મૂળ વેસ્ટ બંગાલના વતની અને હાલ નવસારીમા ંરહેતા શ્રમજીવી પરિવારની ટીના (ઉ.વ. ૧૨) (નામ બદલ્યું છે) ધો. ૭માં અભ્યાસ કરે છે.

વિરાવળ- મીથીલાનગરી વિસ્તારમાં રહેતા હિતેશે ઠાકોરે શાળાએ જતી ટીનાનો અવર-નવર પીછો કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ અંગે ટીનાના પરિવારને જાણ થતાં હિતેશને દૂર રહેવા જણાવ્યું હતું પરંતુ ગઇકાલે ટીના શાળાએ જવા નીકળ્યા બાદ સમી સાંજે પરત નહીં આવતાં તેના પરિવારમાં ચિંતા વ્યાપી ગઇ હતી.

ભારે શોધખોળ કરવા છતાં ટીનાનો કોઇ પત્તો ન મળતા પ્રેમી હિતેશ ઠાકોરની તપાસ કરતા હિતેશ પણ જોવા ન મળતાં હિતેશ જ ટીનાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને ભગાવી ગયાનું જણાયું હતું.

બનાવ અંગે ટીનાનાં  પરિવારે નવસારી રૃરલ પોલીસમાં હિતેશ ઠાકોર વિરૃદ્ધ અપહરણનો ગુનો નોંધાવતા વધુ તપાસ પી.આઇ. જી.આર. રબારી કરી રહ્યાં છે.

(6:05 pm IST)