Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

નેતરિયામાં આડા સંબંધનો વ્હેમ રાખી ઈસમને ઢોર માર માર્યો

ગળતેશ્વર:તાલુકાના નેતરીયામાં પરમાર પરિવારો રહે છે. જેમાં વિક્રમભાઈ રતીલાલ પરમારે પડોશમાં રહેતા સંજય ઉપર પત્નિ સાથે આડોસંબંધ હોવાનો વ્હેમ રાખતો હતો. દરમિયાન ગઈકાલે બપોરે વિક્રમ રતીલાલ પરમારે સંજયભાઈ પરમાર ઉપર પત્નિ સાથે આડાસંબંધ હોવાનો વ્હેમ રાખી લાકડી મારી ઈજા કરી હતી. આ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલ સંજયની માતા મંગુબેનને પણ લાકડી મારી ઈજા કરી હતી. બનાવ અંગે સંજયભાઈ પરમારની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે વિક્રમ પરમાર તથા તેના સાળા અનીલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(6:05 pm IST)