Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ખેડા પોલીસે ચકલાસી તેમજ નડિયાદથી વિદેશી દારૂના જથ્થા સાથે બેને દબોચ્યા

ખેડા:એલસીબી ખેડા પોલીસે નડિયાદ પશ્ચિમ તેમજ ચકલાસીના ઈસમને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
એલસીબી ખેડા પોલીસને બાતમી મળેલ કે ચકલાસી પંડિત નગરમાં રહેતો અમિત ઉર્ફે સેન્ડી ઉર્ફે જયંતિભાઈ અશોકભાઈ વાઘેલા વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જેથી પોલીસે તેના ઘરે દરોડો પાડી વિદેશી દારૂ ક્વાટર નં. ૧૧ રૂા. ૧૧૦૦ તથા રોકડ રૂા. ૮૧૦ મળી કુલ રૂા. ૧૯૧૦ ના મુદ્દામાલ સાથે અમિત વાઘેલાને ઝડપી પાડ્યો હતો. 
આ ઉપરાંત એલસીબી ખેડા પોલીસે નડિયાદ પશ્ચિમમાં પટેલ બેકરી રોડ શ્રીજી રો-હાઉસ મકાન નં. ૧૧માં દરોડો પાડી સંજયભાઈ ઉર્ફે શેમ્યુ રણછોડભાઈ શાહને વિદેશી દારૂની બોટલ નં. ૬ રૂા. ૩૦૦૦ તથા રોકડા રૂા. ૭૦૦ તથા મોબાઈલ કિંમત રૂા. ૫૦૦ મળી કુલ રૂા. ૪૨૦૦ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો. આ બંને બનાવ અંગે એલસીબી પોલીસની ફરિયાદ આધારે ચકલાસી તેમજ પશ્ચિમ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:04 pm IST)