Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

રિક્ષામાં વિદેશી દારૂની ખેપ મારતા સોજીત્રાના ચાલકની ધરપકડ

સોજીત્રા: પોલીસે સી.એન.જી. રીક્ષામાં વિદેશી દારૂની ખેપ મારતા ચાલકને રૂા. ૫૦૦૦ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોજીત્રા ડભોઇ ટી પોઇન્ટ થી પસાર થતી સી.એન.જી. રીક્ષા નં. જીજે-૨૩ -૭- ૭૩૪૮નો ચાલક ગિરીશ પુનમભાઇ ઉર્ફે મેલાભાઇ પરમાર (મૂ. રહે. બામરોલી મહુડીયા પરા, પેટલાદ) રીક્ષાની ડીકીમાં વગર પાસ પરમીટનો, હિમાચલ પ્રદેશની બનાવટના દારૂની ૧૦ નંગ બોટલ, કિંમત રૂા. ૫૦૦૦ સાથે પોલીસે બાતમી આધારે ઝડપી પાડયો હતો. સોજીત્રા પોલીસે મુદા માલ સહિત આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

(6:04 pm IST)