Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અન્ય મહિલાને પામવા માટે મારા જીજાજી મારી બહેનને અેક મહિનાથી ડ્રગ્સના ઇન્‍જેકશન આપે છેઃ અમદાવાદમાં સાળાનો આક્ષેપ

અમદાવાદઃ કિરણ કુમાર નામનો વ્યક્તિ તેની પ્રેમિકાને પામવા માટે તેની પત્નીને છેલ્લા એક મહિનાથી ડ્રગ્સના ઇન્જેક્શન આપી રહ્યો હતો. આ બાબતે યુવતીના પરિવારના લોકોને જાણ થતાં તેમણે મહિલાને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

યુવતીના ભાઈએ એવો આક્ષેપ કર્યો છે કે તેના જીજાજીએ તેની બહેનને ડ્રગ્સના ઇન્જેક્શન આપ્યા છે. તેમજ તેના જીજાજી અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. તેઓ આ મહિલાને પામવા માટે આવું કરી રહ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો મહિલાની સારવાર કરી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે મહિલાનો પતિ હાલ ફરાર થઈ ગયો છે. પોલીસ પણ આ કેસની ખરાઈ કરવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચી છે. આ બાબતે મહિલાનું નિવેદન નોંધાયા બાદ પતિની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

(4:16 pm IST)