Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ડભોઈમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ તથા પ્રસાદ વિતરણ...

અમદાવાદ:ગુણવંતી ગરવી ગુજરાતની સાંસ્કૃતિક અને કલાનગરી વડોદરા શહેરની દર્ભાવતી નગરી – ડભોઇ તાલુકો સોલંકી યુગના રાજા સિદ્ધરાજસિંહ સોલંકીના યુગથી આ ગામનો ઈતિહાસ મળી આવે છે. અહીં સાતમી સદીમાં સિંધી અને હૂણ, ગ્રીક ગુજરો આવીને વસ્યા હતા. પ્રાચીન સમયમાં ડભોઇ તાલુકો દર્ભાવતી નગરીના નામે ઓળખાતો હતો. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતી પડ્યું હતું. જે સને ૧૦૦૦ થી ૧૧૦૦ દરમ્યાન મુળરાજસિંહ સોલંકીના વંશજો અત્રે રાજ કરતા હતા. અહીંની હીરા ભાગોળ, મહુડી ભાગોળ, નાંદોદી ભાગોળ, વડોદરા ભાગોળની કલાત્મક રચના પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે, જે વિશ્વમાં વિખ્યાત છે.

અર્વાચીન અને પૌરાણિક વિરસતતા ધરાવતા ડભોઇના બી.આર. સી. ભવન હોલમાં ડભોઈ તાલુકાના ૧૧૮ ગામોમાં અભ્યાસ કરતા ૩૫૦ ઉપરાંત દિવ્યાંગ( શારીરિક ક્ષતિ ધરાવતાં, શ્રવણ ક્ષતિ અને માનસિક ક્ષતિ) બાળકોને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર, અમદાવાદના ઉપક્રમે સ્કૂલ બેગ, પ્રસાદનું વિતરણ કરાયું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ હાલમાં લંડન-યુ.કે.માં બિરાજમાન છે. તેઓશ્રીની પ્રેરણાથી સૌજન્ય જે.બી. સોલંકી તરફથી અને અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરાના મહંત શ્રી હરીકેશવદાસજી સ્વામી, શ્રી મુનીવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી આદિ પૂજનીય સંતોએ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ તથા નાસ્તો આપી અભ્યાસમાં ઉન્નતી સાધી પોતાના મા – બાપ, ગામ અને દેશનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. દિવ્યાંગ બાળકો એ ભગવાનના સ્વરૂપના છે. ડભોઇના બી.આર. સી. ભવનના કોડીનેટર ભરતભાઈ ડી. દરજી કાર્યક્રમમાં ખુબ જ અંગત રસ લઈને બાળકો પ્રત્યે સહાનુભુતિ અને તેમને પડતી મુશ્કેલીઓને નિવારવા હમેશા તેમેને પડખે ઉભા રહીને સેવાકીય યોગદાન  આપતા રહે છે, સાથે બી.આર. સી.ના નીતા મેડમ તથા તેમના સ્ટાફનો સહયોગ સારો મળ્યો હતો.

(3:34 pm IST)