Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

સરકારી શાળાઓના સાવ ઠોઠ વિદ્યાર્થીઓને ધોરણ મુજબ લાયક બનાવવા તા.૧પ જુલાઇથી ઝુંબેશ

વાંચવા-લખવા સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રીતઃ ગાંધીનગરમાં ડી.ઇ.ઓ., ડી.પી.ઓ ની બેઠક

રાજકોટ, તા. ૨૭ :. રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક આજે સવારથી ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલ છે. જેમાં શિક્ષણનું સ્તર સુધારવા માટેની વિશદ ચર્ચા થઈ રહી છે. ૧૫ જુલાઈથી બે મહિના માટે ઉપચારાત્મક શિક્ષણ બાબતે બે મહિનાની ઝુંબેશ શરૂ કરવાનું નક્કી થયુ છે.

સરકારી શાળાઓમાં યોગ્ય લાયકાત ન હોવા છતા ઘણા વિદ્યાર્થીઓને ધક્કા મારીને ઉપલા ધોરણમાં ચડાવી દેવાતા હોવાની ફરીયાદના પગલે તેમજ એનએએસના સર્વેના પરિણામના આધારે સરકારને ઝુંબેશ શરૂ કરવી જરૂરી લાગી છે. જેમા ધો. ૧ થી ૮ ના ભણવામાં સાવ નબળા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. વિદ્યાર્થી જે ધોરણમાં ભણે છે તેને અનુરૂપ તેનુ શિક્ષણનુ સ્તર હોય તે દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. સાવ નબળા વિદ્યાર્થીઓને અલગ તારવી તેને ઝુંબેશ સ્વરૂપનુ શિક્ષણ આપી જે ધોરણમાં ભણતા હોય તે મુજબની શૈક્ષણિક ગુણવત્તા પ્રાપ્ત કરે તેવો સરકારનો હેતુ છે.(૨-૨૩)

(3:32 pm IST)