Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

જુલાઇના પ્રથમ પખવાડીયામાં રાહુલ ગાંધી ગુજરાત આવશે

બે દિવસમાં રાષ્ટ્રીય અધ્યક્ષનો અંગત કાફલો અમદાવાદ આવ્યા બાદ પ્રવાસ કાર્યક્રમને આખરી ઓપ : જનમિત્ર સંમેલન, છાયા સરકાર, કિશાન-અસંગઠીત મજદુરની રેલી સહિતના કાર્યક્રમો માટે ગોઠવાતો તખ્તો રાજયના ટોચના કોંગી આગેવાનોને પણ મળી શકે છે

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાત કોંગ્રેસમાં કયાંય જાહેરમાં તો કયાંક છાનાખૂણે જુથબંધીના અજગરે ફુંફાડો માર્યો છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ જુલાઈના પ્રથમ પખવાડીયામાં ગોઠવાઈ રહ્યાના નિર્દેશ મળે છે.

રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યક્રમ જુનના અંતમાં ગોઠવવા માટે ગતિવિધિ આદરાઈ હતી પરંતુ પ્રવાસ કાર્યક્રમ પાછળ ઠેલાયો હતો હવ તેમનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ જુલાઈના પ્રારંભે અથવા પ્રથમ પખવાડીયાના અંતે ગોઠવાઈ રહ્યાના નિર્દેશ મળે છે અને આ માટે રાહુલજીના પ્રવાસ કાર્યક્રમનો તખ્તો ગોઠવવા તેમના અંગત સ્ટાફના શ્રી બૈજુ બે દિવસમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યાનું મનાય છે.

અમદાવાદ સ્થિત પ્રદેશ સૂત્રોમાંથી મળતા અહેવાલો મુજબ રાહુલ ગાંધી ગુજરાતમાં જનમિત્ર સંમેલન, વિપક્ષી નેતા પરેશ ધાનાણીની છાયા સરકારની જાહેરાત, કિશાન રેલી તથા રાજ્યના અસંગઠીત મઝદુરના સંભવિત સંમેલન કાર્યક્રમને અનુલક્ષી તેમનો પ્રવાસ કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.

મળતા અહેવાલો મુજબ રાહુલ ગાંધી ગુજરાતના ટોચના કોંગ્રેસ આગેવાનો સાથે પણ બેઠક યોજે તેવા નિર્દેશો મળે છે.(૨-૨૪)

(3:24 pm IST)