Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મત્સ્ય ઉદ્યોગ વિભાગના ક્લાસ વન અધિકારી ચૌધરી 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

મત્સય ઉદ્યોગ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્ય

અમદાવાદઃ મત્સ્ય ઉદ્યોગ વિભાગના ક્લાસ વન અધિકારી એમ કે ચૌધરી એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં ટેન્ડર પાસ કરાવવા માટે લૉન્ચ મંગાઈ હતી મત્સ્ય  ઉદ્યોગ વિભાગમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા એમકે ચૌધરીએ આ લાંચ ફિશરીઝ ટેન્ડર રીન્યુ કરવા માટે માંગી હતી મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાના આરોપ સાથે એસીબીને ફરિયાદ મળતા આ છટકું ગોઠવવામાં આવ્યું હતુ.આ મામલે હજુ પણ મોટા માથા પકડાય તેવી શક્યતા છે. 

  એમ.કે.ચૌધરી ક્લાસ વન ઓફિસર હતા પ્રમોશન બાદ તેઓ અહીંયા ફરજ બજાવતા હતા. જ્યાં મત્સ્ય ઉદ્યોગના માછલીઓની ખેતી કરતા કોન્ટ્રકટરો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આ અંગે એસીબીને ફરિયાદ મળતા આ છટકું ગોઠવવામાં આવ્યું અને અધિકારી જાળમાં ફસાય ગયા છે.

 એમ.કે.ચૌધરીને અટકાયત બાદ એસીબી ગાંધીનગર ખાતે કોર્ટમાં રજૂ કરશે. એસીબીએ ચૌધરીને સંપતિની આકરણી કરી તપાસ તેજ કરી છે. જેમાં અનેક મિલ્કત સહીત લોકરો પણ મળી આવ્યા છે. જેની ગણતરી હાલ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં આ પ્રકારે વધુ એક ક્લાસ વન ઓફિસર ઝડપાતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

(12:04 pm IST)